/connect-gujarat/media/post_banners/da07b7a283a6eb4044868bb73f2dacbf078998591d80273c5e431c35a3f3ef30.jpg)
જો તમે ક્યાંય ફરવા જવાનું વિચારી રહ્યા છો તો દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલી આ 'વનીલ ઈકો ડેન' ઈકો ટુરીઝમ સાઈટની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
વનરાઈની વચ્ચે પ્રકૃતિના ખોળે બોત્તેર એકરમાં ફેલાયેલ દક્ષિણ ગુજરાતનાં નવસારી જિલ્લાનું 'વનીલ ઈકો ડેન' ઈકો ટુરીઝમ સાઈટ એક એવુ સ્થળ છે, જ્યાં તમામ પ્રકારના સહેલાણીઓને આકર્ષે એવા વિવિધ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ધન્વંતરી ગાર્ડન, બટરફલાય ઝોન, ટ્રાયબલ ઝોન, હર્બલ ઝોન, ઍડવેન્ચર ઍકટીવિટી ઝોન, વાઇલ્ડ લાઇફ ઝોન, મેડિસીનલ પ્લાન્ટ નર્સરી, ફર્નિચર મેકીંગ યુનિટ અને ઇકો કોટેઝીઝ જેવા આકર્ષણો આવેલા છે. સાપુતારા અને ડાંગ બાજુ જતા પ્રવાસીઓ માટે આ સ્થળ બિલકુલ રોડ પર મોકાનું હોવાથી ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો આ ઈકો ટુરીઝમ સાઈટની મુલાકાત લે છે.