Connect Gujarat
ગુજરાત

નવસારી-વિજલપોર પાલિકાને મળ્યો મનપાનો “દરજ્જો”, શહેરમાં વિકાસની ગતિને લાગશે “પાંખો”

નવસારી-વિજલપોર પાલિકાની વસતી એક મહાનગરપાલિકા જેટલી જ વસતી હતી. પરંતુ, દરજ્જો મહાનગરપાલિાકનો ન હતો.

X

ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 8 હતી, જે હવે વધીને 15 થઈ જશે. રાજ્ય સરકારે જાહેર કરેલા બજેટમાં નવસારી-વિજલપોર પાલિકા સહિતની 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.

નવસારી-વિજલપોર પાલિકાની વસતી એક મહાનગરપાલિકા જેટલી જ વસતી હતી. પરંતુ, દરજ્જો મહાનગરપાલિાકનો ન હતો. જેના કારણે નગરપાલિકાની મર્યાદિત ગ્રાન્ટ અને મર્યાદિત આવકના કારણે વિકાસની રફતાર પણ ધીમી હતી. જેથી શહેરીજનો, આગેવાનો લાંબા સમયથી નવસારી-વિજલપોર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માગણી કરતા હતા. જે માગણી અંતે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે રજૂ કરવામાં આવેલા બજેટમાં નવસારી-વિજલપોર પાલિકા સહિત સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ જાહેરાતના કારણે નવસારી શહેરના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. લોકોને વિશ્વાસ છે કે, મનપા બનતા શહેરમાં રોડ, રસ્તા, પાણી, સફાઈ સહિતની સુવિધામાં વધારો થશે.

Next Story