Connect Gujarat
ગુજરાત

નવસારી: ગણદેવીનું ધોલ ગામ હવે નહીં થાય સંપર્ક વિહોણું, જુઓ વિકાસનો પુલ

ગણદેવીના ધોલ ગામ નજીક નિર્માણ પામ્યો બ્રિજ, રાજી સરકાર દ્વારા રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ.

X

નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીને કિનારે રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પુલનું પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટિલના હસ્તે લોકાર્પણ કરાયું.

કોરોનાકાળમાં વિકાસલક્ષી કામો ઉપર બ્રેક લાગી ગઇ હતી અને ધીમે-ધીમે પરિસ્થિતિ સામાન્ય થતા ફરી એકવાર વિકાસના કામોની શરૂઆત કરી દેવામાં આવી છે. નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીને કિનારે વસેલુ ઘોલ ગામ ચોમાસામાં નદી બંને કાંઠે વહેતા સંપર્ક વિહોણું થતુ હતું. જેમાં ગામ લોકોએ ગામમાં જવા નાવડી કે બોટનો ઉપયોગ કરવો પડતો હતો. ઘોલ ગામમાં જવા માટેના રસ્તા પર ગ્રામીણો લાંબા સમયથી પુલની માંગણી કરતા હતા. જેને ધ્યાને લઇ સરકાર દ્વારા 4 કરોડ રૂપિયાના ખર્ચે પુલ બનાવ્યો છે જેનું લોકાર્પણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અંબિકા નદી કિનારે વસેલુ આ ગામમાં પાણીનું પ્રમાણ વધતા ગામ પંદર દિવસથી વધારે સંપર્ક વિહોણું રહેતું હતું અને ગામમાં વસતા 5000થી વધુ લોકો પ્રભાવિત થતા હતા આ પુલ બનવાથી ગામના લોકો એક રાહતનો શ્વાસ લીધો છે.

Next Story