નવસારી : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હિતની ઉપેક્ષાએ કછોલ ગામે ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખડી, રસ્તા, વીજપોલને નુકશાન ખેતીને પણ નુકશાન થઈ રહ્યાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ

New Update
નવસારી : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હિતની ઉપેક્ષાએ કછોલ ગામે ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન...

નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામોમાં યોગ્ય તકેદારી ન રખાતા ખેતીને નુકશાની સાથે મુશ્કેલી પડતા સ્થાનિકોમાં નારાજગી વધી છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ કછોલ ગામે રસ્તો બંધ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

રાજ્યમાં હાલ બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. તેવામાં નવસારી જિલ્લાના 26 જેટલા ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થનાર છે. જેનું કામ ઘણા દિવસો અગાઉથી શરૂ થઇ ગયું હતું. જોકે, નવસારીમાં જે રીતે કામ થઈ રહ્યું છે, તેનાથી સ્થાનિકો તથા ખેડૂતોને તકલીફ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોમાં ઉહાપોહ હતો, પણ હવે તેમાં વધારો થયો છે. કછોલ ગામમાં L&Tના વાહનોએ વીજ પોલ તોડી નાખતા ગામના અનેક ઘરોમાં વીજળી ગુલ થઈ છે. તો બીજી તરફ ખાડીનું પુરાણ, કલમ સહિત પાકને નુકશાની, રસ્તાઓ તૂટતા અવરજવરમાં હાલાકી સહિતના અનેક કારણો છે. આ મામલે અવારનવાર રજૂઆતો પ્રોજેકટ કંપનીના અધિકારીઓને કરવામાં આવી હતી.

ઉપરાંત જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીને પણ કછોલ, વાડા, પીંજરા, આમડપોર, પાથરી, નવાગામ વગેરે ગામના લોકોએ લેખિતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા ખેડૂતો સહિતના સ્થાનિકોએ કછોલ ગામે એકત્રિત થઈ વિરોધનું બ્યૂગલ ફૂંકયું હતું.

Latest Stories