નવસારી : વિપક્ષના વિરોધ વિના જિલ્લા પંચાયતનું રૂ. 1198 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર…

જિલ્લા પંચાયતનું આગામી વર્ષ 2024-25 માટે રૂ. 1198 કરોડનું બજેટ સભાખંડમાં વિપક્ષના કોઈપણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

નવસારી : વિપક્ષના વિરોધ વિના જિલ્લા પંચાયતનું રૂ. 1198 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર…
New Update

નવસારી જિલ્લા પંચાયતનું આગામી વર્ષ 2024-25 માટે રૂ. 1198 કરોડનું બજેટ સભાખંડમાં વિપક્ષના કોઈપણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25 માટે ગત વર્ષ કરતા ચાલુ વર્ષનું બજેટ 88 કરોડ વધુ ફાળવાયું છે. નવસારી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભામાં પ્રમુખ પરેશ દેસાઈ, નવસારી જિલ્લા વિકાસ અધિકારી, હિસાબી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં આગામી વર્ષના બજેટ સહિત અન્ય કામોની રજૂઆત કરવામાં આવી હતી. પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ટૂંકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી વર્ષના બજેટમાં સ્વભંડોળ વધારવા માટેના આયોજન કરવામાં આવશે. આ સાથે જ જુદી જુદી વિકાસલક્ષી યોજનામાં પણ જિલ્લા પંચાયત દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાં વિકાસલક્ષી કામો માટે રૂ. 325 કરોડ, સ્વચ્છ નવસારી માટે રૂ. 6 લાખ, આરોગ્ય માટે રૂ. 15 લાખ, કુપોષિત બાળકો માટે રૂ. 10 લાખ, શિક્ષણ માટે રૂ. 10 લાખ, શાળાના સમારકામ અને નવા રમત-ગમતના સાધનો માટે રૂ. 40 લાખ સહિત નવી આંગણવાડી બનાવવા માટે રૂ. 90 લાખ અને વાંસદા તાલુકામાં બનાવવામાં આવેલા ચેક ડેમમાંથી પાણી નદીમાં વહી જવા અટકાવવા માટે રૂ. 150 લાખની ફાળવણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

#Gujarat #CGNews #Navsari #opposition #Zilla Panchayat #budget #approved
Here are a few more articles:
Read the Next Article