નવસારી:રેલવે પોલીસના યમરાજે લોકોને ટ્રેક ક્રોસ ન કરવા જાગૃત કર્યા

નવસારીમાં એક તરફ રેલવે પોલીસ દ્વારા પાટા ઓળંગતા લોકો માટે અનોખા અભિયાન થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

New Update

નવસારીમાં રેલવે વિભાગનું અનોખું અભિયાન 

રેલવે ટ્રેક ક્રોસ ન કરવા માટેનું અભિયાન 

યમરાજે નુક્કડ નાટક દ્વારા લોકોને કર્યા જાગૃત

સોશિયલ મીડિયા સ્ટાર રેલવે ટ્રેક પર રીલ બનાવીને ફસાય 

ફરિયાદ દાખલ કરવાની રેલવે વિભાગની તજવીજ    

નવસારીમાં એક તરફ રેલવે પોલીસ દ્વારા પાટા ઓળંગતા લોકો માટે અનોખા અભિયાન થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,જ્યારે બીજી તરફ તાજેતરમાં જ સોશિયલ મીડિયા સ્ટારની રેલવે ટ્રેક પરની રીલ વાયરલ થઇ હતી,અને પોલીસે યુવતી સામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.  
નવસારીમાં રેલવે ટ્રેક પર વધી રહેલા અકસ્માતને પગલે રેલવે પોલીસ દ્વારા અનોખા અભિયાનની શરૂઆત કરી છે,જેમાં એક વ્યક્તિએ યમરાજનો વેશ ધારણ કર્યો છે,અને લોકોની વચ્ચે જઈને યમરાજ દ્વારા રેલવે ટ્રેક ઓળંગતા શું નુકસાન થઇ શકે તે અંગેની માહિતી આપી રહ્યા છે. ફ્રેટ કોરિડોર અને ટ્રેક પાસ કરતા લોકો માટે નુક્કડ નાટકનું આયોજન કરીને લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,તો બીજી તરફ સોશિયલ મીડિયા સ્ટાર દ્વારા પણ રેલવે ટ્રેક પર ફિલ્મી ગીત પર એક રીલ બનાવીને પોસ્ટ કરવામાં આવી હતી,જે વાયરલ થતા રેલવે વિભાગ દ્વારા યુવતી સામે ફરિયાદ દર્જ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં તાજેતરમાં DFCCની લાઈન ઉપર બે યુવકો કપાઈ જતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા,અત્યાર સુધીમાં બીલીમોરા અને સુરત રેલવે ટ્રેક વચ્ચે 50 થી વધુ લોકોના કપાઈ જતા મોત નિપજ્યા છે.ત્યારે ઘટનાની ગંભીરતા પારખીને રેલવે વિભાગ દ્વારા યમરાજનું નાટક ભજવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનું આયોજન

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

New Update
  • અંકલેશ્વરના કોસમડીમાં યોજાયો કાર્યક્રમ

  • સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો

  • શિવ પાર્થિવ પૂજનનું કરાયુ આયોજન

  • શ્રાવણ માસમાં કરવામાં આવે છે પૂજા

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વરના કોસમડી ગામના  સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજાનનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ આચાર્ય શિવરામ પાંડેયની અધ્યક્ષતામાં શિવ પાર્થિવ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં 61 જોડા જોડાયા હતા અને શાસ્ત્રોત વિધિ અનુસાર પૂજન કરાવવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમમાં અશોક મહતો,સોનું મૌર્યા અને વિશ્વજીત પાલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.