નેત્રંગ : કવચીયા ગામ નજીક બાઇક અને ફોરવ્હીલ વચ્ચે સર્જાયો અકસ્માત

કવચીયા ગામના બસસ્ટેન્ડથી આગળ નેત્રંગ તરફ જતાં એક ફોર વ્હિલ ગાડી સાથે તેની મોટરસાયકલ અથડાતા અકસ્માત,માંડવી નજીક રસ્તામાં નીપજ્યું મોત,નેત્રંગ પોલીસે નોંધી કાયદેસર કાર્યવાહી

New Update
Netrang

Netrang

સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે રહેતા અશ્વિનભાઇ મોતીસિંગ વસાવા નામના યુવક મોટરસાયકલ લઇને માંડવી નેત્રંગ રોડ પર જઇ રહ્યા હતા. તે દરમિયાન કવચીયા ગામના બસસ્ટેન્ડથી આગળ નેત્રંગ તરફ જતાં એક ફોર વ્હિલ ગાડી સાથે તેની મોટરસાયકલ અથડાતા અકસ્માતમાં અશ્વિનભાઇ લોહીલુહાણ થઇને મોટરસાયકલ સાથે નીચે પડી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા. ઉપરાંત તેને શરીરના અન્ય ભાગોએ ઇજાઓ થઇ હતી.

અકસ્માતની જાણ થતાં તેના પરીવારજનો ઘટનાસ્થળે દોડી આવી એમ્બ્યુલન્સ બોલાવીને ઇજાગ્રસ્ત યુવક અશ્વિનભાઇને ઝંખવાવ લઇ ગયા હતા. ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા તેને બારડોલી લઇ જવાયા હતા. ત્યારે માંડવી નજીક રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. આ બાબતે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત કરનાર ફોર વ્હિલ ગાડીના ચાલક મુકેશકુમાર શંકરલાલ યાદવ રહે.આનંદપુરી બાગીદોરા જિ.બાંસવાડા રાજસ્થાનના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories