નવ નિયુક્ત આઈ.જી.રવિ ગાંધીએ કચ્છ સરહદની કરી સમીક્ષા

ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલ સરહદી કચ્છ જિલ્લામાં સીમા સુરક્ષા દળ ના નવનિયુક્ત આઈ.જી રવિ ગાંધીએ જુદા જુદા વિસ્તારની મુલાકાત લીધી હતી

New Update
નવ નિયુક્ત આઈ.જી.રવિ ગાંધીએ કચ્છ સરહદની કરી સમીક્ષા

ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલ સરહદી કચ્છ જિલ્લામાં સીમા સુરક્ષા દળ ના નવનિયુક્ત આઈ.જી રવિ ગાંધીએ જુદા જુદા વિસ્તારની મુલાકાત લીધી હતીતેમજ સીમા સુરક્ષા દળ ના કર્મચારી સાથે પણ બેઠક યોજી હતી. તેમણે મુખ્ય મથક ભુજ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી તેની સાથે સીમા સુરક્ષા દળ ની ચોકી ની પણ મુલાકાત લીધી હતી.કર્મચારીઓને કોઈપણ તકલીફ છે કે કેમ તેમજ સુરક્ષામાં કોઈ કચાસ છે કે કેમ તે અંગેની માહિતી પણ તેમણે મેળવી હતી . સીમા સુરક્ષા દળના આઈ.જી રવિ ગાંધી સાથે સ્થાનિક દળના અધિકારીઓ પણ તેમની સાથે જોડાયા હતા. રવિ ગાંધીએ જણાવ્યું હતું કે સરહદી કચ્છ જિલ્લામાં સુરક્ષામાં કોઈપણ કચાસ ન રહે તે માટે સીમા સુરક્ષા દળ હંમેશા એલર્ટ રહેશે અને કોઈપણ જાતની કચાસ નહીં રહે તેવી ખાતરી પણ આપી હતી. સરહદી જિલ્લામાં સીમા સુરક્ષા દળ દરિયાઈ અને રણ વિસ્તારની હંમેશા સુરક્ષા કરે છે તેમજ સરકારના ખાસ આયોજનથી તમામ ખૂટતી કડીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે અને હાલમાં પણ સુરક્ષાને લગતી કોઈપણ કચાસ રહેશે નહીં. નવનિયુક્ત આઈ. જી રવિ ગાંધીનું સ્થાનિક અધિકારીઓ સન્માન કર્યું હતું.ખાસ કરીને કચ્છ જ્યારે પાકિસ્તાન ને અડકીને આવેલો જિલ્લો હોવાથી ખૂબ જ સંવેદનશીલ ગણાય છે.જેથી તેમણે તમામ ચોકીની મુલાકાત લીધી હતી. તેની સાથે સાથે હરામીનાળા ,સરક્રિક, ખડીર સહિતના વિસ્તારોમાં જાત માહિતી મેળવી હતી તેમજ સીમા સુરક્ષા દળ ના કર્મચારીઓ સાથે પણ બેઠક યોજી હતી

Latest Stories