લખપતિ રેશનકાર્ડ ધારકોનો પર્દાફાશ
NFSA રેશનકાર્ડનો લેતા હતા લાભ
ઈન્કમટેક્સના સેન્ટ્રલ સર્વરના ડેટામાંથી થયો ખુલાસો
295 રેશનકાર્ડ ધારકોને મામલતદારે પાઠવી નોટિસ
NFSA,BPL અને અંત્યોદયના રેશનકાર્ડનું કૌભાંડ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગરીબો માટે રાખવામાં આવેલા રેશનકાર્ડનો ગેરકાયદેસર લાભ લેતા 295 લખપતિ રેશનકાર્ડ ધારકો સરકારના રડારમાં આવ્યા છે. આ તમામને મામલતદાર દ્વારા નોટિસ ફટકારીને તપાસ શરૂ કરી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગરીબો માટે રાખવામાં આવેલા રેશનકાર્ડનો ગેરકાયદેસર લાભ લેતા 295 લખપતિ રેશનકાર્ડ ધારકોનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે.રેશનકાર્ડ ધારકોની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ હોવાનું ઈન્કમટેક્સ વિભાગના સેન્ટ્રલ સર્વરના ડેટામાંથી સામે આવ્યું છે. આ ઘટનાને પગલે દેવગઢ બારીયા મામલતદારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આવા તમામ રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.
ઇન્કમટેક્સ વિભાગે સેન્ટ્રલ સર્વરમાંથી તૈયાર કરેલી યાદી દેવગઢ બારીયા મામલતદાર કચેરીને મોકલી હતી, જેમાં 295 એવા રેશનકાર્ડ ધારકોની વિગતો હતી કે જેઓ ગરીબી રેખા હેઠળ ન આવતા હોવા છતાં NFSA, BPL અને અંત્યોદય યોજનાના રેશનકાર્ડ ધરાવે છે. આ યાદી મળતાં જ મામલતદાર સમીર પટેલે તમામ 295 રેશનકાર્ડ ધારકોને નોટિસ પાઠવી, તેમની આવક અને રેશનકાર્ડની પાત્રતા અંગે ખુલાસો માંગ્યો છે.