હવે વધુ સારવાર માટે વડોદરા નહીં જવું પડે, રાજપીપળાની સિવિલ હોસ્પિટલને સુવિધાઓથી સજ્જ આયુર્વેદિક કોલેજ કેમ્પસમાં ખસેડાઇ

રાજપીપળા શહેરવાસીઓને મોટી ભેટ છે. નર્મદા જિલ્લામાં એક માત્ર સિવિલ હોસ્પિટલ આવેલી છે જે વર્ષોથી જુના જર્જરિત બિલ્ડીંગમાં ચાલતી હતી

હવે વધુ સારવાર માટે વડોદરા નહીં જવું પડે, રાજપીપળાની સિવિલ હોસ્પિટલને સુવિધાઓથી સજ્જ આયુર્વેદિક કોલેજ કેમ્પસમાં ખસેડાઇ
New Update

નર્મદા જિલ્લામાં એક માત્ર સિવિલ હોસ્પિટલ આવેલી છે જે વર્ષોથી જુના જર્જરિત બિલ્ડીંગમાં ચાલતી હતી, તેને વડીયા પેલેસ સ્થિત આયુર્વેદિક કોલેજ કેમ્પસમાં ખસેડી શરૂ કરવામાં આવી છે.

રાજપીપળા શહેરવાસીઓને મોટી ભેટ છે. નર્મદા જિલ્લામાં એક માત્ર સિવિલ હોસ્પિટલ આવેલી છે જે વર્ષોથી જુના જર્જરિત બિલ્ડીંગમાં ચાલતી હતી અને અનેક વાર આ OPDથી મળી દર્દીના બેડ સુધી સિવિલ હોસ્પિટલની છત પડવાના બનાવો બન્યા છે અને જે બાબતે ધારાસભ્ય અને સાંસદએ પણ બનાવો બનતા તંત્રને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં રજૂઆત કરી હતી.સિવિલ હોસ્પિટલના કેટલાંક વિભાગોને જૂના ભવનમાંથી વડીયા પેલેસ સ્થિત આયુર્વેદિક કોલેજ કેમ્પસમાં ખસેડી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઓપિડી અને ઇમરજન્સી માં આવતા દર્દીઓને નવી હોસ્પિટલમાં જ વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. અત્યાધુનિક તબીબી સુવિધાઓ દર્દીઓને ઉપલબ્ધ કરાવી શકાય તેવા હેતુ સાથે આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક અસરથી શરૂ કરેલી હોસ્પિટલને સારા પ્રતિભાવ પણ મળી રહ્યો છે. વડીયા પેલેસ ખાતે આવેલ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના કેમ્પસમાં હાલ શરૂ કરવામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, લેબર રૂમ, ઇમરજન્સી વોર્ડ, પીડિયાટ્રિક વોર્ડ, ICU યુનિટ, લેબોરેટરી સહિતની સુવિધા શરૂ કરવામાં આવી છે. વિવિધ વોર્ડમાં દર્દીઓને દાખલ પણ કરવામાં આવ્યું છે. સાથે ઓપરેશન થિયેટરમાં પણ સફળતાપૂર્વક સર્જરીની શરૂઆત સિવિલના તબીબો દ્વારા કરવામાં આવી રહી છે.જેને કારણે જિલ્લામાંથી આવતા દર્દીઓને પણ વધુ સારવાર માટે વડોદરા જવું પડતું હતું એ હવે તમામ સુવિધાઓ આ નવી હોસ્પિટલમાં જ મળશે.

#Civil Hospital #treatment #BeyondJustNews #campus #Connect Gujarat #Ayurvedic college #Rajpipla #facilities
Here are a few more articles:
Read the Next Article