હવે ઠંડીથી મળશે રાહત,ગરમીમાં શેકાવા રહેજો તૈયાર:હવામાન વિભાગ

દેશમાં ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત: કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે.

New Update
હવે ઠંડીથી મળશે રાહત,ગરમીમાં શેકાવા રહેજો તૈયાર:હવામાન વિભાગ

દેશમાં ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત: કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઇ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર ઓઢીને નોકરી જવા મજબૂર બન્યા છે. જોકે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં હવે લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે.24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે.

24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં વધારો થશે.અમદાવાદનું તાપમાન આજે 13.4 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં અમદાવાદમાં ઠંડા પવનના જોર વચ્ચે ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન જેટલું જ હતું. દરમિયાન, સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા શહેરમાં આગામી તા. ૭ ફેબ્રુઆરી સુધીમાં ૧૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન અને ૩૧ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની આગાહી કરાઈ છે

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.