શ્રાવણી પર્વ બળેવ નિમિત્તે ઠેર ઠેર સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન, શાસ્ત્રોક્ત વિધિ સાથે ભુદેવોએ જનોઈ બદલી...

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
શ્રાવણી પર્વ બળેવ નિમિત્તે ઠેર ઠેર સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન, શાસ્ત્રોક્ત વિધિ સાથે ભુદેવોએ જનોઈ બદલી...

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણી પૂનમ અને બળેવ એક જ દિવસે હોય છે. આ વર્ષ પંચાંગ મુજબ નાળિયેરી પૂનમ અને વ્રતની પૂનમ આજે જ છે. તદ્દઉપરાંત આજે શ્રાવણ નક્ષત્ર રાત્રીના 8.22 સુધી હોય યજુર્વેદી બ્રાહ્મણો શ્રાવણ નક્ષત્રમાં જનોઈ બદલે છે. જ્યોતિષીઓ અને વિદ્વાન બ્રાહ્મણોના જણાવ્યા મુજબ, ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો આજે બળેવ પર્વ અને રક્ષાબંધન ઉજવે છે, તો સામવેદી બ્રાહ્મણો આગામી માસમાં હસ્ત નક્ષત્રમાં જનોઈ બદલે છે. જે મોટાભાગે કેવડા ત્રીજને દિવસે આવતું હોય છે. એકંદરે વ્રતની પૂનમ જે પાળે છે, અને ચંદ્ર દર્શન કરે છે, તે લોકોએ શ્રાવણ નક્ષત્રમાં જનોઈ બદલવાની રહે છે. તેવું પંચાંગ આધારિત વિદ્વાનો જણાવી રહ્યાં છે.

શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન... ભાઈ અને બહેનના પ્રવિત્ર સંબંધ દર્શાવતો તહેવાર, આ શુભ દિવસે જેટલું મહત્વ રક્ષાનું છે, એટલું મહત્વ સુત્તરની જનોઈનું પણ હોય છે, ત્યારે બાહ્મણો આજના દીવસે જનોઈ બદલતા હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયાના રણછોડજી મંદિર અને ભાલોદ ગામે આવેલ બ્રહ્મ સમાજની વાડી ખાતે બ્રાહ્મણોઓ શાસ્ત્રોક્ત વિધી અનુસાર સામૂહીક યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. યજ્ઞોપવિતનું આધ્યાત્મિક મહત્વ તો છે, જ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. વિધિવત જનોઈ ધારણ કરવાથી વ્યક્તિ નિરોગી રહે છે, અને ઉત્સર્જન તંત્રનાં રોગો થતા નથી. આજના દિવસે વિધિવત જનોઈ બદલીને ભુદેવોએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના દર્શન કરાવ્યા હતા.

શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો તહેવાર... આ તહેવારે બહેન ભાઈને રાખડી બાંધે છે. રક્ષાબંધનના તહેરવામાં બ્રાહ્મણ સમાજ જનોઈ બદલવાનું અનેરું મહત્વ હોય છે. રક્ષાબંધન તહેવારની સાથે બ્રાહ્મણો મહાદેવના મંદિરે એકઠા થઈ મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત ધારણ કરે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહીત જિલ્લાભરમાં સમાજ વાડી અને મંદિરોમાં બ્રાહ્મણોએ જનોઈ ધારણ કરી હતી. હિમતનગર ખાતે ત્રિવેદી-મેવાડા-બ્રાહ્મણ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ 52 વિભાગ દ્વારા જનોઈ ધારણ કરવામાં આવી હતી.

Latest Stories