Connect Gujarat
ગુજરાત

શ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા યજ્ઞોપવિત, જનોઈમાં નવ દેવોનો હોય છે વાસ

રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે તો બીજી તરફ બ્રાહ્મણો પોતાની જનોઈ બદલતા હોય છે

X

રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે તો બીજી તરફ બ્રાહ્મણો પોતાની જનોઈ બદલતા હોય છે ત્યારે સુરત અને ભરૂચના ઝઘડીયામાં ભૂ દેવો દ્વારા નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા હતા

રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધીને ભાઈના લાંબા આયુષ્યની કામના કરતી હોય છે તો બીજી તરફ રક્ષાબંધનના પવિત્ર દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલતા હોય છે ત્યારે સુરતમાં બ્રાહ્મણોએ સામૂહિક રીતે એકત્રિત થઈને જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજ્યો હતો. સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલા કર્મનાથ મહાદેવના મંદિરમાં સમસ્ત બ્રાહ્મણ સમાજના ભૂદેવો એકઠા થયા હતા અને સામૂહિક રીતે નવા યજ્ઞોપવીત ધારણ કર્યા હતા.

જનોઈ દ્રારા નવ દેવોને ધારણ કરી તેમના જેવા પવિત્ર બનવાનો સંકલ્પ કરાય કરવામાં આવે છે ત્યારે ભરૂચના ઝઘડીયા તાલુકાનાં ભાલોદ ગામના બ્રાહ્મણોઓએ પણ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે સામૂહીક યજ્ઞોપવિત ધારણ કર્યા હતા.ભાલોદ ગામે આવેલી બહ્મસમાજની વાડીમાં ગુરુજનો તેમજ ભાલોદ ગામના બ્રાહ્મણો એ વેદ પરંપરાનુ રક્ષણ કરતા સમૂહમાં જનોઈ બદલવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા ૩૦ થી વઘુ બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોચાર સાથે નવી જનોઈ ધારણ કરી હતી.

Next Story