Connect Gujarat
ગુજરાત

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ

વહેલી સવારે 4:00 વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

X

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના ત્રીજા સોમવારે ભારે ભાવિકો ઉમટ્યા છે.વહેલી સવારે 4:00 વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

સોમનાથ મંદિર પ્રતિ સોમવારે સવારે 04:00 વાગ્યે ભાવિકોને દર્શન માટે ખોલાય છે વહેલી સવારથી જ આસપાસના વિસ્તારોમાંથી તેમજ દેશ વિદેશમાંથી દર્શને પહોંચતા ભાવિકો સાનુકૂળ રીતે સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ સાનુકૂળ વ્યવસ્થા ઉભી કરી છે તો સોમનાથ મંદિર ઝેડ પ્લસ કેટેગરીમાં આવતું હોય જેના કારણે સુરક્ષા વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા હતા. હાથમાં ફૂલ બિલિપત્રો અને ગંગાજળ લઈ અને પોતે ક્યારે દર્શન કરી શકશે તેની પ્રતીક્ષામાં ઉભેલા જોવા મળ્યા હતા.અબાલ વૃદ્ધ સૌ શાંતિથી ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે તો અનેક ભાવિકો ચંદ્રયાન ત્રણની ભવ્ય સફળતાને સોમનાથ દાદાની કૃપા પણ માની રહ્યા હતા.

Next Story