Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લાની એક એવી ચમત્કારિક જગ્યા કે, જ્યાં વર્ષોથી વહ્યા કરે છે અસ્ખલિત પાણી..!

સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગીરીકંદરાઓ વચ્ચે ઘેરાયેલા બાળસમુદ્ર નામની જગ્યા કે, જ્યાં વર્ષોથી એક જ કૂવામાંથી પાણી વહ્યા કરે છે.

X

સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગીરીકંદરાઓ વચ્ચે ઘેરાયેલા બાળસમુદ્ર નામની જગ્યા કે, જ્યાં વર્ષોથી એક જ કૂવામાંથી પાણી વહ્યા કરે છે. બાળસમુદ્ર નામની જગ્યાએ પહોંચવા માટે 3 જેટલા ડુંગરો પસાર કરવા પડે છે. એક તળાવ આવે છે, અને તળાવની કિનારે કિનારે જઈને ગીચ જંગલો વચ્ચે આ ચમત્કારિક જગ્યા આવેલી છે. રાજેન્દ્રનગર ગામથી 3 કિમીથી વધુ અંતર ચાલતા જવું પડે છે, ત્યારબાદ દર્શન થાય છે.

બાળસમુદ્ર એક બાળકના નામ પરથી પડ્યું છે, અને આ બાળસમુદ્ર અન્ય બાળકોની તરસ પણ છીપાવી રહ્યું છે. એક દંતકથા પ્રમાણે એક માતા પોતાના બાળકને જંગલમાં લઈ ગઈ હતી, અને અચાનક મહિલા પાછળ કેટલાક લોકો પડ્યા હતા, અને તે મહિલા આ જગ્યાએ બાળકને મૂકીને જંગલમાં ભાગી ગઈ હતી. ત્યારબાદ બાદ માતા તે જગ્યાએ પરત આવતા જોયું તો બાળકનું મોત થયું હતું. આ જ જગ્યાએ બાળકે પગ ઘસ્યા હતા, અને ત્યારે ત્યાંથી અચાનક પાણીની ધારાઓ વહેલા લાગી હતી. બસ ત્યારથી જ આ જગ્યા પર પાણીનો અસ્ખલિત પ્રવાહ ચાલુ થયો હોવાની લોકવાયકા છે.

Next Story