/connect-gujarat/media/post_banners/df5d65ec02dd319dede13af56c97073b3f2a33e63a04431502292e31ccd3c758.jpg)
અટલ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા યશવંત સિન્હા કે જેઓને વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ આજે ગુજરાત આવી પહોંચ્યા હતા અને કોંગ્રેસના ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત અને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
UPAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાએ આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યો સાથે મિટિંગ કરી હતી અને રાષ્ટ્રપતિ પદ માટે સમર્થન માંગ્યું હતું. આ બેઠકમાં પ્રદેશના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા બેઠક બાદ યશવંત સિન્હાએ જણાવ્યું હતું કે,રાષ્ટ્રપતિની ચૂંટણી અસાધારણ સ્થિતિમાં થઈ રહી છે. હાલ દેશમાં અઘોષિત આપાતકાલ લાગુ છે. પત્રકારો પર હુમલો થાય છે. વાણી સ્વતંત્રતા ખતમ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં સાંભળીને નવાઈ લાગી છે કે અહીં હજુય 144 કલમ લાગુ છે. ગુજરાતમાં ક્યાં ખતરો છે. ગુજરાતમાં સામાજિક કાર્યક્રમો માટે પરવાનગી લેવી પડી રહી છે. આપાતકાળમાં પણ આવું નહતું, જે આજે ગુજરાતમાં થઈ રહ્યું છે. આજે સમાજને સાંપ્રદાયિક રીતે વહેંચવામાં આવી રહ્યો છે. આપણે આ થતું રોકાવું પડશે, આવું થયું તો બધું નષ્ટ થઈ જશે.