અરવલ્લી ધનસુરાના આકરૂન્દના ખેડૂતની પ્રાકૃતિક ખેતી, ખારેકની ખેતીમાં મબલખ ઉત્પાદન

ખેતી એક વાર કર્યા પછી 70 વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટીકથી રક્ષિત કરવામાં આવે છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે

New Update

અરવલ્લીના ખેડૂતો બાગાયતી ખેતી તરફ મંડાણ
આકરૂન્દના ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી કરી ખારેકની ખેતી
ખારેકની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન
સ્વસ્થ સભર ખેતી માટે બન્યા પ્રેરણારૂપ
દર વર્ષે ૧૫ લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામના ખેડૂત પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવતા થયા છે.

અરવલ્લીના ખેડૂતો પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે ધનસુરા તાલુકાના  આકરૂન્દના ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજિત ૩૫૦ છોડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. દર વર્ષે ૧૫ લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ છે. ખારેકની એક વાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી આવક મેળવી શકે છે.

આકરૂન્દ ગામના ખેડૂત મનોજભાઈ  પટેલે ૫ વર્ષ પહેલાં ખારેકની ખેતી કરી હતી. જેમને ૧૨ વીઘા જેટલી જમીનમાં ૩૫૦ જેટલા ખારેકના વાવેતર બાદ ત્રણ વર્ષે ઉત્પાદન શરૂ હતું. ઉત્પાદન થયેલી ખારેકનું તેઓ અરવલ્લી અને આજુબાજુના જિલ્લામાં વેચાણ કરે છે, તેમની મોટા ભાગની ખારેક તો સ્થળ ઉપરથી હોલસેલમાં વેચાઈ જાય છે,, જેનો ભાવ તેમને ૮૦ રૂપિયે કિલો મળે છે.

ખારેકની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન

તેમણે જણાવ્યું કે, ખારેકનું કોઇ મોટું માર્કેટ નથી એટલે સ્થળ ઉપરથી અને આજુબાજુના વેપારીઓ ખરીદી કરી લઈ જાય છે. ખેતી એક વાર કર્યા પછી 70 વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટીકથી રક્ષિત કરવામાં આવે છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે. ખારેકની ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને સ્વસ્થ સભર ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

Latest Stories