Connect Gujarat
ગુજરાત

ગીરના જંગલમાં નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

ગીરના જંગલની ગોદમાં વન વિભાગ દ્વારા અનોખી પ્રકૃતિ શિબિર નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ગીરના જંગલની ગોદમાં વન વિભાગ દ્વારા અનોખી પ્રકૃતિ શિબિર નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને વન્યજીવ અને વન્ય સંપદા અંગેની માહિતી આપવામાં આવી હતી

આ દ્રશ્ય છે ગીરના ચિખલકુબા ગામે આવેલી કેમ્પસાઈટના...અહીં છેલ્લા દોઢ દાયકાથી શાળા કોલેજના વિદ્યાર્થીઓને પ્રકૃતિને સમજવાની તક પૂરી પાડવામાં આવે છે. ત્રી દિવસની આ શિબિરમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના 45 વિદ્યાર્થીઓને અવસર મળે છે. વન વિભાગે ચાલુ વર્ષે આઠથી વધુ શિબિર યોજી છે. જેનો લાભ સાડા ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ લઈ ચૂક્યા છે. આયોજકોના મતે આ પ્રકારની શિબિરથી વિદ્યાર્થીઓ જીવ સૃષ્ટિનું મહત્વ સમજે છે. વન વિભાગના આ ઉમદા પ્રયાસો થકી નવી પેઢી દુર્લભ વૃક્ષો, પક્ષીઓ, વન્યજીવ સાથે વિદ્યાર્થીનો સંબંધ કેળવશે અને પરિણામે પર્યાવરણ સાથેનો તેનો સંબંધ વધુ ગાઢ બનશે.

Next Story