Connect Gujarat
ગુજરાત

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની જીભ લપસી, કહ્યું : કરાચીમાં લોટની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર...

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની જીભ લપસી, કહ્યું : કરાચીમાં લોટની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર...
X

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. ઈમરાન ખાને કહ્યું કે, કરાચીમાં લોટની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે.

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો. રાહુલે લોટનો ભાવ કિલોના બદલે લિટરમાં જણાવ્યો હતો. રાહુલની જીભ લપસી જવાને કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, હવે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને પણ રાહુલની જેમ લોટનું વજન લીટરમાં કર્યું. ઈમરાન ખાને કહ્યું કે, કરાચીમાં લોટની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અંગે ભાષણ આપી રહ્યા હતા. "લોટની કિંમત બમણી થઈ ગઈ છે. અમારા સમયે એક કિલો લોટ 50 રૂપિયાનો હતો.

આજે તે કરાચીની અંદર 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર પહોંચી ગયો છે. વરિષ્ઠ પાકિસ્તાની પત્રકારે પોતાના ટ્વિટર હેન્ડલ પર ઈમરાન ખાનના ભાષણની ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં તમે ઈમરાન ખાનને લોટની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર કહેતા સાંભળી શકો છો. ઈમરાન ખાનનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનની તુલના રાહુલ ગાંધી સાથે કરવામાં આવી રહી છે. લોકો તેની ઉગ્ર મજાક પણ ઉડાવી રહ્યા છે. ઈમરાન ખાને ગુરુવારે કહ્યું હતું કે, વહેલી અને પારદર્શી ચૂંટણી યોજવી એ જ દેશને અરાજકતામાંથી બચાવવાનો એકમાત્ર રસ્તો છે. ઈમરાને કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિ ઝડપથી બગડી રહી છે. પૂર્વ PMએ વધુમાં કહ્યું કે, જો ચૂંટણી જલ્દી નહીં થાય તો વસ્તુઓ નિયંત્રણમાંથી બહાર થઈ જશે. જેમાં માત્ર રાજકીય સ્થિરતા જ અર્થતંત્રને સ્થિર કરી શકે છે.

Next Story