Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી થયેલી 7 ચોરીનો ભેદ ઉકેલાયો, ગોવિંદી ગામના 2 શખ્સોની ધરપકડ

ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી એકસાથે થયેલી 7 ચોરીનો ભેદ ગોધરા એ’ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢી ગોવિંદી ગામના 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી એકસાથે થયેલી 7 ચોરીનો ભેદ ગોધરા એ’ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢી ગોવિંદી ગામના 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચોરી, સરકારી પ્રાથમિક શાળામાંથી LED TV તથા રાત્રીના અંધકારમાં ઈલેક્ટ્રીક મોટરોની ચોરીઓ કરવાના તરખાટ મચાવતા કારનામાઓ વચ્ચે સતર્ક બનેલ ગોધરા એ’ ડિવિઝનના પી.આઇ. એ.આર.પલાસે સર્વેલન્સ સ્ટાફની ટીમોની મદદથી હ્યુમન સોર્સિંગ અને સી.સી.ટી.વી. કમાન્ડ કંટ્રોલની મદદ લઈને ગોધરા તાલુકાના ગોવિંદી ગામના 2 શખ્સ સંદીપ ગુજોર અને વિજય ખોરીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ ગોધરા એ’ ડિવિઝન પોલીસને 7 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે મોટર બાઈક અને ઈલેક્ટ્રીક મોટરોની ચોરીનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે.

Next Story