Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: દાહોદ હાઇવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત,4 મુસાફરોના મોત,17 લોકો ઘાયલ

પંચમહાલના દાહોદ હાઇવે પાસે આવેલા ગઢચુંદરી ગામે પાર્ક કરેલી બસને પાછળથી પૂરપાટ આવતી અન્ય બસે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

X

પંચમહાલના દાહોદ હાઇવે પાસે આવેલા ગઢચુંદરી ગામે પાર્ક કરેલી બસને પાછળથી પૂરપાટ આવતી અન્ય બસે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 4 લોકોનાં મોત નિપજ્યાં હતા.

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા ગઢચુંદડી ગામ પરવડી ચોકડી પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમા બે લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. બસમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 17 જેટલા ઘાયલ લોકોને ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા તંત્રના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અકસ્માત વહેલી સવારે સાડાત્રણની આસપાસ થયો હોવાની માહીતી મળી રહી છે. અકસ્માતના પગલે ગોધરા સિવીલ હોસ્પિટલનુ સંકુલ 108ની સાયરનોથી ગુંજી ઉઠ્યુ હતુ. મોતના પગલે તેમના પરિવારજનોમાં પણ ગમનો માહોલ છવાઈ ગયો હતો.

Next Story