Connect Gujarat
ધર્મ દર્શન 

પંચમહાલ : પાવાગઢમાં ચૈત્રી આઠમે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું, વહીવટી તંત્ર દ્વારા ભક્તો માટે વિશેષ સુવિધા ઊભી કરાઇ

પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

X

પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પાવાગઢ ખાતે આવેલ શક્તિપીઠ મહાકાળી મંદિરમાં બિરાજમાન કાલિકા માતાના દર્શનાર્થે ગુજરાત સહિત નજીક ના અનેક રાજ્યો માંથી શ્રધ્ધાળુ માઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે, આષો અને ચૈત્રી નવરાત્રી દરમ્યાન અત્રે લાખો ભાવિ ભકતો માતાજીના દર્શને આવતા હોઇ છે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે.જેમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે માતાજીના દર્શન કરવા માટે હજારો યાત્રાળુઓ આરતીનો લ્હાવો લેવા માટે પહોંચી ગયા હતા.

જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભકતોની સુવિધા માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.ટ્રાફિક નિયંત્રણ માટે વાહનોને અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.3 ડીવાયએસપી, 9 પીઆઇ, 25 પીએસઆઇ, સહિત કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને જીઆરડીના 900 જેટલો સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે મુકવામાં આવ્યા છે. મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો શાંતિપૂર્વક કાલિકા માતાના દર્શન કરી શકે એ માટે મંદિર પરિસરમાં સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Next Story