Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઈટરો દોડ્યા...

પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા રોડ પર પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

X

પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા રોડ પર પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા રોડ ઉપર નવજીવન હોટલની આગળ આવેલા એક પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં સાંજે અચાનક આગ લાગતા કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્લાસ્ટિકના દાણા બનાવતી આ કંપની હાઇવે રોડ નજીક હોવાથી એક તબક્કે હાલોલથી ગોધરા તરફ જવાના ટ્રેક ઉપરથી વાહન ચાલકોએ પસાર થવું મુશ્કેલ બન્યું હતું. જોકે, ઘટનાસ્થળે પહોંચેલા કાલોલ અને હાલોલ પોલીસે હાલોલથી ગોધરા તરફ જવાનો ટ્રેક બંધ કરાવીને ગોધરાથી હાલોલ તરફના ટ્રેક ઉપર ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. તો બીજી તરફ, પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ 4 ફાયર ટેન્ડરની મદદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્ન કરાયો હતો. હાલોલ-કાલોલના સાથે ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી હતી. આગ આજુબાજુના યુનિટોમાં ન પ્રસરે તે માટે ધ્યાન રાખીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે, આગ ક્યાં કારણોસર લાગી તેની વિગતો સામે આવી નથી.

Next Story