Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરામાં ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ઘુસ્યાં, લોકો આખી રાતભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા

પંચમહાલ : ગોધરામાં ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ઘુસ્યાં, લોકો આખી રાતભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા
X

પંચમહાલના ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમ જેમ સમય પસાર થતો રહ્યો તેમ તેમ વરસાદે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરીને અનરાધાર વરસતો રહ્યો. સમગ્ર શહેરમાં પાણી જ પાણી.

ગોધરા શહેરના આદ્યમહેશ્વરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઝુલેલાલ સોસાયટી, સિંધુરીમાતા મંદિર, વાલ્મિકી વાસ, તીરગરવાસ॰ ઢોલીવાસ, ડોડપા તળાવ, ખાડી ફળિયા, ચિત્રા ખાડી, રામેશ્વર નગર વગેરે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે આખી રાત પાણીમાં રાત વિતાવી રહેલા ખાડી ફળિયા વિસ્તારના રામેશ્વર નગર સોસાયટીના લોકોને ઉજાગરા કરવાનો વારો આવ્યો હતો.

જોકે એક બાજુ કુદરતી વરસાદના પ્રકોપથી જળમગ્ન થઈ ગયેલા ખાડી ફળિયા વિસ્તારની રામેશ્વર નગર સોસાયટી જ્યાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ત્યાંના લોકો બેહાલ બની ગયા હતા, પરંતુ વહીવટી તંત્રના એકપણ અધિકારીએ આ વિસ્તારની મુલાકાત ન લીધી.

જોકે બાદમાં નગરપાલિકાના પ્રમુખ સહિત ટીમ દોડતી થઈ હતી. જેમાં નગરપાલિકાએ ટીમ દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં જેસીબી મશીન દ્વારા પાણીનો નિકાલ કરાયો હતો.

Next Story