Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : હાલોલ પાલિકાએ ફાયર સેફ્ટી અને NOC વગરના કોમ્પ્લેક્સની દુકાનો સીલ કરી

હાલોલ પાલિકાની કામગીરીથી દુકાનદારોમાં ફફડાટ, ફાયર સેફ્ટી અને NOC વગરની દુકાનોને સીલ કરાય

X

પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકાની હદ વિસ્તારમાં સન 1991માં બનાવવામાં આવેલ અને હાલોલ બગીચાની સામે આવેલ 'માનસરોવર' કોમ્પલેક્ષની દુકાનોને પાલિકાના મુખ્ય અધિકારી સહિત કર્મચારીઓ દ્વારા સીલ મારવામાં આવી હતી, ત્યારે દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરાતા અન્ય દુકાનદારો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

હાલોલ નગરપાલિકા દ્વારા 6 માસ અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં દુકાનદાર-વેપારીઓ દ્વારા ફાયર સેફ્ટી અને NOC અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા પાલિકાના સત્તાધીશો દ્વારા દુકાનોએ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માનસરોવર કોમ્પલેક્ષમાં પહેલા અને બીજા માળે 60 જેટલા રહેણાંક મકાનો પણ છે. જોકે, અહીંના સ્થાનિક રહીશો દ્વારા પાલિકાએ કોઈપણ જાતની નોટિસ આપી નથી તેમ જણાવ્યું હતું. મનસ્વી રીતે કોમ્પલેક્ષને સીલ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું.

જોકે, પાલિકાના સત્તાધીશોએ નોટિસ આપી હોવાનું જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, હાલોલ નગરમાં આવેલ લગભગ તમામ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટી નાખવામાં આવેલ નથી. તો બીજી તરફ જે સ્થળે ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા છે, તેવા બાંધકામોને 5 વર્ષથી ફાયર વિભાગના વડોદરા ઝોન દ્વારા NOC પણ આપવામાં નહીં આપી જોવાનું જણાવ્યુ હતું. તો બીજી તરફ આવા બાંધકામોને સીલ કરવાની કામગીરી કરતાં પાલિકા પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી હતો.

Next Story