પંચમહાલ : પ્રેમીકાના સાસરિયાંઓને મળવા આવેલા મધ્યપ્રદેશના યુવાનની હત્યા, યુવતીના કાકા સહિત 5 શખ્સોની ધરપકડ...

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અમઝેરા ખાતે રહેતો મહુનેશ સોલંકી રાજગઢ ખાતે ઓટો પાર્ટ્સનો વેપાર કરતો હતો. અને બજરંગ દળમાં જિલ્લા સંયોજક તરીકે કાર્યરત હતો.

પંચમહાલ : પ્રેમીકાના સાસરિયાંઓને મળવા આવેલા મધ્યપ્રદેશના યુવાનની હત્યા, યુવતીના કાકા સહિત 5 શખ્સોની ધરપકડ...
New Update

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પ્રેમીકાના સાસરિયાંઓને મળવા આવેલા મધ્યપ્રદેશના પ્રેમીના અપહરણ બાદ હત્યા કરી તેના મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી દેવાના મામલે ગોધરા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અમઝેરા ખાતે રહેતો મહુનેશ સોલંકી રાજગઢ ખાતે ઓટો પાર્ટ્સનો વેપાર કરતો હતો. અને બજરંગ દળમાં જિલ્લા સંયોજક તરીકે કાર્યરત હતો. મહુનેશ સોલંકીને રાજગઢની યુવતી સાથે પ્રેમસબંધ હતા, જેની જાણ મહુનેશના ઘરના તમામ પરિવારજનોને હતી. તાજેતરમાં જ મહૂનેશ સાથે પ્રેમસંબંધ ધરાવતી યુવતીની સગાઈ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રહેતા યુવાન સાથે કરવામાં આવી હતી. ગત તા. 13 ડિસેમ્બરે સાંજના સમયે મહુનેશ સોલંકી પોતાની બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો, અને ઘરે પરત આવ્યો ન હતો. તેમજ તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી તેના પરિવારજનો દ્વારા આ અંગે રાજગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ, મહુનેશના પરિવારજનો ગોધરા ખાતે યુવતીના ફિયાન્સના ઘરે આવ્યા હતા, જ્યાં તપાસ કરતા ફિયાન્સના પરિવારજન જિમ્મી શાહ નામના ઇસમ સાથે સંપર્ક થયો હતો. જેણે જણાવ્યું હતું કે, મહુનેશ સોલંકી ગોધરા ખાતે આવ્યો હતો, અને તેણે પોતે યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ કરી હતી. જેથી યુવતીના ફિયાન્સ દ્વારા યુવતીના કાકા દિલીપ વિમલ જૈનને જાણ કરતા તેઓ પોતાની સાથે 2 વાહનોમાં ટોળું લઇને તા. 15 જાન્યુઆરીના રોજ ગોધરા આવ્યા હતા, અને ચર્ચા કરી હતી. જે બાદ યુવતીના કાકાએ જણાવ્યું હતું કે, હું મહુનેશને સારી રીતે ઓળખું છું, હું તેને મારી સાથે ગાડીમાં લઇ જઇશ અને છોડી દેવાની વાત કરીને જીદ કરી હતી. જે બાદ તેઓ મહુનેશ સોલંકીને ગાડીમાં પોતાની સાથે લઈ ગયા હતા. જેના થોડા દિવસ બાદ ગુમ થયેલા યુવાનનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સમગ્ર મામલે ગોધરા શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હત્યામાં યુવતીના કાકા દિલીપ વિમલ જૈન સીધી રીતે સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું, જ્યારે યુવતીના ફિયાંસના પરિવારજન જિમ્મી શાહ નામનો ઇસમ પણ તેઓની મદદગારીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવતીના ફીયાન્સ રાજ શાહ ઉર્ફે લાડુ, રાહુલ સોની તેમજ ઉદય હોટેલ સુધી મહુનેશ સોલંકીને કારમાં લઈ જનાર ચાલક પૃથ્વીસિંહ, જ્યારે ઘટના સમયે ઉદય હોટેલ પર રહેલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમોની પોલીસે અટકાયત કરી હતી. જેમાં પોલીસ તપાસમાં યુવતીના કાકા દિલીપ જૈન તવેરા ગાડી અને કાર લઇને ગોધરા આવ્યા હતા. જે બાદ મહુનેશને ઉદય હોટેલ પરથી લઈ ગયા બાદ રસ્તામાં મફલર વડે ટુંપો દઈને હત્યા કરી દીધી હતી. જે બાદ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે મધ્યપ્રદેશના કલ્યાણપૂરા ગામ નજીક આવેલ છોરા-છોરી ટેકરી પાસે હત્યા કરાયેલ મહુનેશના મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મામલે ગોધરા એ’ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા દિલીપ વિમલ જૈનના 6 દિવસ અને જિમ્મી શાહના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, ત્યારે અપહરણ અને હત્યાના બનાવમાં ગોધરા પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડકરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#Gujarat #CGNews #Madhya Pradesh #Youth #murder #panchamahal #girlfriend #Uncle #5 people arrested
Here are a few more articles:
Read the Next Article