પંચમહાલ : શરદ પૂનમ નિમિત્તે પાવાગઢ મહાકાળી માઁના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર...

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજે શરદ પૂનમના પાવન અવસરે મહાકાળી માઁના દર્શન કરવા માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

New Update
પંચમહાલ : શરદ પૂનમ નિમિત્તે પાવાગઢ મહાકાળી માઁના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર...

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજે શરદ પૂનમના પાવન અવસરે મહાકાળી માઁના દર્શન કરવા માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

હિન્દુ ધર્મના શક્તિપીઠો પૈકીનું એક પાવાગઢ શક્તિપીઠ કે, જ્યાં સાક્ષાત મહાકાળીમાં બિરાજમાન છે. જેના ચરણોમાં માથું નમાવી આશીર્વાદ લેવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે આજે શરદ પૂનમના પાવન અવસરે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઊમટ્યું હતું, જ્યાં માતાજીના દર્શન કરવા વહેલી સવારથી જ માઈભક્તોની ભારે ભીડ જામી હતી. માઈભક્તોએ મહાકાળી માઁના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, દર રવિવારે પાવાગઢ મંદિરે દર્શનાર્થીઓ ઘસારો જોવા મળતો હોય છે. પરંતુ આજે ખાસ કરીને શરદ પૂનમ હોવાથી લાખોની સંખ્યામાં માઈભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

Latest Stories