/connect-gujarat/media/post_banners/8c4e3830c8f09844b5faae4310e62a2fe3d7e3c79ede35ff7cbcafb1cebbc01e.jpg)
પંચમહાલની શહેરા નાગર પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવ્યો હતો. જે બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.
પંચમહાલની શહેરા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અગાઉ સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક શહેરા નગરમાંથી પકડી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગઈકાલના રોજ શહેરા નગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો લવાઈ રહ્યો હોવાની બાતમી શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને મળી હતી જેને લઇ શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા અણિયાદ ચોકડી વિસ્તારમાં ડેહલી ગોધરા લુણાવાડા સર્વિસની ગાડીમાં લવાઈ રહ્યો હોય જેની બાતમીના આધારે આવેલ ડેઇલી સર્વિસની ગાડીને જોતા તેને ઉભી રાખી નગરપાલિકા કર્મચારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ડેઇલી સર્વિસની ગાડીમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચમચીના 3 બેગ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગ્લાસ 3 બોક્સ, સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવતી થર્મોકોલની ડીશના 3 બોક્સ, તથા પ્લાસ્ટિકના ઝભલાના 3 બેગ મળી આવ્યા હતા. જેમાં તમામ મુદ્દામાલને શહેરા નગરપાલિકા ખાતે લાવી ખરાઈ કરી વેચાણ કરતા તથા વેપાર કરતા વેપારી સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી