/connect-gujarat/media/post_banners/91508fd078945fdf35fe264b1326528f7e5752d3e5a721b03af79733e025196a.jpg)
પંચમહાલ જિલ્લામાં દુર્લભ ઑટૉઈમ્યૂન ડિસઑર્ડર માનવામાં આવતા GBS સિન્ડ્રોમના 8 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રએ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી દર્દીઓને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા છે.
સમગ્ર દેશ સહિત રાજ્ય કોરોનાની મહામારીના ચુંગાલમાંથી બહાર નીકળ્યું નથી, ત્યાં તો ગુજરાતમાં વધુ એક ભયંકર બિમારી જોવા મળી છે. પંચમહાલ જિલ્લામાં GBS સિન્ડ્રોમના 8 કેસ મળી આવતાં જિલ્લા આરોગ્ય તંત્ર સહિત સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગોધરા અને શહેરાના ધારાપુર ગામમાં GBS સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. એટલું જ નહીં, આ વાતની જાણ તંત્રને થતાં ભારે દોડધામ મચી છે. GBS સિન્ડ્રોમને ફેલાતો અટકાવવા માટે હાલ આરોગ્ય તંત્ર હરકતમાં આવી દર્દીઓના સેમ્પલિંગ લેવાની કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, GBS સિન્ડ્રોમના જે 8 કેસ મળી આવ્યા છે, તે દર્દીઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ રોગની ઝપેટમાં મોટાભાગના બાળકોનો પણ સમાવેશ થાય છે. પંચમહાલમાં ફેલાયેલા GBS સિન્ડ્રોમ રોગ વિશે વાત કરીએ તો, દર્દીના હાથ અને પગ સુન્ન થવા, આંગળીમાં સોય વાગે તેવો દુ:ખાવો અનુભવવો, દર્દીને લકવાની અસર થવી, શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડવી, ખાલી ચઢવી સહિત અશક્તિ આવવા જેવી અસર જોવા મળે છે. જોકે, આ વાયરસનો પગપેસારો શ્વાસોશ્વાસ અથવા જઠરથી થાય છે. આ બીમારીની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. જેથી તેને એક દુર્લભ ઑટૉઈમ્યૂન ડિસઑર્ડર માનવમાં આવે છે.