ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશી જાન્યુઆરીના અંતમાં સંભાળશે પદ

પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે,જેઓ એ ભારતીય સનદી સેવા IASની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા.પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

New Update
ias pankaj joshi

ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન કરવામાં આવ્યું છે કે પંકજ જોશી, IAS કે જેઓ રાજ્યના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે. તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, IAS જેઓ ભારતીય વહીવટી સેવામાંથી 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.

Advertisment

પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે,જેઓ એ ભારતીય સનદી સેવા IASની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા.પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.પંકજ જોશી અગાઉ નાણાં વિભાગએનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે. પ્રાંત કલેક્ટરથી શરૂ થઈ તેઓ રાજ્યના મુખ્ય સચિવ બની રહ્યા છે. તેઓ સુરત કલેક્ટર અને સુરત કમિશનર તરીકે રહી ચૂક્યા છે.

Latest Stories