Connect Gujarat
ગુજરાત

પેપર લીક મામલે તપાસમાં પોલીસ ભરતી કૌભાંડ ખુલ્યું ,ઓડિશામાં કર્યું હતું સેટિંગ

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી, પરીક્ષા આપવાનો દિવસ આવ્યો ત્યારે સવાર સવારમાં સમાચાર આવ્યા કે પેપર ફૂટી ગયું

પેપર લીક મામલે તપાસમાં પોલીસ ભરતી કૌભાંડ ખુલ્યું ,ઓડિશામાં કર્યું હતું સેટિંગ
X

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી, પરીક્ષા આપવાનો દિવસ આવ્યો ત્યારે સવાર સવારમાં સમાચાર આવ્યા કે પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા જ મોકૂફ કરવામાં આવી છે. આ મામલે ગુજરાત ATSએ પણ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધા હતા. જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે ગુજરાત એટીએસ દ્વારા એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.પેપર લીક કૌભાંડ મામલે હૈદરાબાદથી એક આરોપીની ધરપકડ કરાયા બાદ વધુ એક આરોપીની ઓડિશાથી ધરપકડ કરવામાં આવી છે

ATSએ ઓડિશાથી સરકારી હાઈસ્કૂલના શિક્ષક સરોજ કુમાર માલુની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી શિક્ષકે માસ્ટર માઈન્ડ પ્રદીપકુમાર અને રાજ્ય સિન્ડિકેટ મેમ્બર મુરારી વચ્ચે મિટિંગ કરી હતી. સાથે જ ATSની તપાસમાં ઓડિશામાં લેવામાં આવેલી પોલીસ ભરતીમાં થયેલા કાંડ નો પર્દાફાશ પણ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, ઓડિશાની પોલીસની ભરતીમાં 18 ઉમેદવારોને મુરારી પેપર સોલ્વ કરાવ્યું હતું. જેમાં વ્યક્તિ દીઠ 6 લાખનો સોદો થયો હતો. હાલ એટીએસની ટીમ આરોપીને સરોજકુમારને ઝડપીને વડોદરા લઈ આવી છે, જેના વડોદરા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, પેપર લીક કાંડમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Next Story