Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા: સાંસદ પરબત પટેલનો કથિત આપત્તિજનક વિડીયો વાયરલ,પુત્રએ નોંધાવી પોલીસ ફરિયાદ

ભાજપના સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત સેક્સ ક્લિપ અને તસવીરો વાયરલ થતાં ખળભળાટ

X

બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનો કથિત આપત્તિજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. પરબત પટેલના પુત્રએ આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે

બનાસકાંઠાથી ભાજપના સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત સેક્સ ક્લિપ અને તસવીરો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, પરબત પટેલ દ્વારા દાવો કરાયો છે કે, તેમના ફોટા સાથે એડિટિંગ કરીને ખોટો વિડીયો બનાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકતા મધાભાઇ પટેલે થોડા દિવસ પહેલા 'નેતાજી પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા' આ જાહેરાત બાદ જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ગઇકાલે, મંગળવારે મોડી રાત્રે જ આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી. જે બાદ સાંસદ પરબત પટેલના પુત્રએ આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં માધા પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકતા મધા પટેલે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મૂકી હતી કે, 'નેતાજીનો સેક્સ વિડીયો 4.6 મિનીટનો છે, તેમાંથી 1 મિનિટનો કટિંગ વિડીયો 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. વિડીયોમાં દેખાતી આ કથિત વ્યક્તિને બનાસકાંઠાના સાંસદ તરીકે ચીતરવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ વાયરલ વીડિયો અને તસવીરો અંગે કનેક્ટ ગુજરાત કોઇ પુષ્ટિ નથી કરતુ. આ કથિત ક્લિપ વર્ષ 2016માં પાલનપુરના સર્કિટ હાઉસની હોવાની ચર્ચાય રહી છે. ગત સપ્તાહે આ વીડિયોના અશ્લિલ ફોટા પણ વાયરલ કરવામાં આવ્યા હતા. વિડીયો વાયરલ થયા બાદ તે ગુજરાતનાં રાજકારણ સાથે સામાન્ય જનતામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. શનિવારે ડીસાના બ્રિજના ઉદ્ઘાટન સમયે પરબત પટેલે પ્રામાણિક હોવાનું જણાવીને તેમની પર થયેલા તમામ આક્ષેપો ફગાવી દીધા હતા.

Next Story
Share it