/connect-gujarat/media/media_files/2026/02/20/mrgs-2026-02-20-13-32-36.png)
ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકાર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમના નિયમોમાં સુધારા કરશે. પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયો હતો. ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે. આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.
હર્ષ સંઘવીએ લગ્ન નોંધણી નિયમોમાં સુધારા વિધાનસભામાં રજૂ કર્યા હતા. તેમણે કહ્યું, સરકાર પ્રેમ લગ્ન વિરોધી નથી. પ્રેમ દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ છે. પ્રેમના નામે છળકપટ સાંખી નહીં લેવાય. પ્રેમના નામે દીકરીઓને ફસાવવાનો પ્રયાસ થશે તો કાર્યવાહી થશે, આવા તત્વોને રાજ્ય સરકાર ક્યારેય નહીં બક્ષે, કાયદો કાયદાનું કામ કરશે.
હર્ષ સંઘવીએ કહ્યું,ઓળખ છુપાવી લગ્ન કરનારની ખેર નથી.નિયમોમાં ફેરફારથી દીકરીઓને કવચ આપવાનો પ્રયાસ છે. માતા-પિતા દીકરીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રેમ લગ્ન કરનારના માતા-પિતાની વિગતો પોર્ટલ પર રજૂ કરવી પડશે, અરજી આવશે ત્યારબાદ માતા-પિતાને જાણ થશે. ઓનલાઈન પોર્ટલમાં દરેક વિગતો મુકાશે. 10 દિવસમાં આસિસ્ટન્ટ રજિસ્ટારને જાણ કરાશે. આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે.