અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીના નિધન, પરિમલ નથવાણીએ આપી માહિતી

એવી માહિતી સામે આવી રહી છે કે,અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે. પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
mmm

એવી માહિતી સામે આવી રહી છે કે,અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે.પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા.

તેમજ આ પ્લેનમાં તેઓ પરિવાર માંથી એકલા સવાર હતા. પ્લેન ક્રેશની ઘટનાની જાણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ રવાના થયા છે.એર ઈન્ડિયાએ હેલ્પલાઇન નંબર 1800-5691-444 જાહેર કર્યો છે.પરિમલ નથવાણીએ X પર પોસ્ટ કરી ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીના નિધન પર વ્યક્ત  દુ:ખ કર્યુ. 
પરિમલ

અમદાવાદ એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતુ. ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયુ હતું. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું હતું. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ટેક ઑફ સમયે પ્લેન ક્રેશ થયાની માહિતી છે.
બપોરે 1:17 કલાકે વિમાને ઉડાન ભરી હતી. રહેણાંક વિસ્તારમાં એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયુ હતુ.અમદાવાદનું એર ઈન્ડીયા પ્લેન ટેક ઓફની 5 મિનિટમાં જ ક્રેશ થયું હોવાનું DGCA જણાવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.

વિમાન દુર્ઘટના પછી, આ ફ્લાઇટના મુસાફરોની યાદી પણ સામે આવી છે. એર ઇન્ડિયાના ક્રેશ થયેલા વિમાન (ફ્લાઇટ નંબર AI 171) માં કુલ 230 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટના મુસાફરોની યાદીમાં છે. વિજય રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં 12મા ક્રમે છે અને તેમનો સીટ નંબર 2D છે.
Latest Stories