Connect Gujarat
ગુજરાત

પાટણ: ચાણસ્મા નજીક જીપની ટક્કરે 1 વ્યક્તિનું મોત, 4 લોકોને ઇજા

ચાણસ્મા તરફથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલ જીપના ચાલકે 5 લોકોને અડફેટે લેતા તે પૈકી એક વ્યક્તિનું મોત નિપજયું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચી હતી.

X

પાટણના ચાણસ્મા તરફથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલ જીપના ચાલકે 5 લોકોને અડફેટે લેતા તે પૈકી એક વ્યક્તિનું મોત નિપજયું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચી હતી.

પાટણના હાઇવે માર્ગો પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જી અનેક નિર્દોષ માનવ જિંદગીને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ત્યારે આવો જ એક અકસ્માતનો બનાવો શનિવારની રાત્રે બન્યો હતો. જેમાં ચાણસ્મા તરફથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલી ઓન ડ્યુટી ઓ એન જી સી લખેલી ગાડીના ચાલકે લીલી વાડી નજીક હાઇવે વિસ્તારમાં રહેતા 5 વડીલ મિત્રો કે, જેઓ હાઇવે માર્ગ પર ગોગા મહારાજની ડેરી નજીક મુકેલા બાંકડા ઉપર વાતોચીતો કરવા માટે બેઠા હતા તેઓને અડફેટે લીધા હતા.5 વડીલ મિત્રો ઉપર ગાડી ચડાવી દેતા તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાંથી એકનું મોત થયું છે. આ અકસ્માત સર્જી ગાડીનો ચાલક સહિત ગાડીમાં બેઠેલા અન્ય ચાર જેટલા ઈસમો ગાડીમાંથી ઉતરી ગાડી ઘટના સ્થળે મૂકીને ફરાર થયા હતા. આ અકસ્માતની જાણ પાટણ 108 ને કરાતા પાયલોટ જયરાજસિંહ અને ઈએમટી નિલેશ ચેતવાણીએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સુરેશ ભાઈ કે રાઠોડ અને મૂળચંદભાઈ વાણિયાને ગંભીર હાલતમાં સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડ્યાં હતા. સદાભાઈ મકવાણા, હરગોવનભાઈ પરમાર અને ધર્માભાઈ રાઠોડને જનતા હોસ્પિટલમાં અને અમદાવાદમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા, જેમાં સારવાર દરિમયાન સુરેશભાઈ રાઠોડનું મોત થયું હતું.

Next Story