પાટણ: સાંતલપુર પીપરાળા ચેકપોસ્ટ પરથી 50 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ

પાટણની સાંતલપૂર પીપરાળા ચેકપોસ્ટ પરથી રૂ.50 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

રાજસ્થાનમાં થી ટ્રકમાં અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ ભરી કચ્છ તરફ લઈ જવાનો હોવાની બાતમી સાંતલપુર પોલીસને મળતા સાંતલપુર પોલીસ દ્વારા પીપરાળા ચેકપોસ્ટ પર નાકા બંધી કરવામાં આવી હતી.બાતમી આધારિત ટ્રક ગુરુવારના બપોરે પીપરાળા ચેકપોસ્ટ નજીક આવતા પોલીસે ટ્રકને રોકી હતી ટ્રકમાં શું છે તે બાબતે ચાલકને પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ના મળતા પોલીસે ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા ચોખાનું ભુસુ ભરેલ બોરીઓ જોવા મળી હતી.

પોલીસે બોરીઓ ઉતરાવી તપાસ કરતા બોરીઓ નીચે સંતાડેલ રૂપિયા ૫૦,૮૮,૬૦૦ ની અલગ અલગ કંપનીની વિદેશી દારૂની ૧૦૧૫ પેટીઓ મળી આવી હતી. સાંતલપુર પોલીસે ટ્રક બે મોબાઇલ રોકડ સહિત રૂપિયા ૬૫,૫૮,૬૪૦ના મુદ્દા માલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા ધરમા રામ અમરારામ ચૌધરી તથા પ્રકાશ અમરારામ ચૌધરીને ઝડપી સાંતલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

#check post #Connect Gujarat #BeyondJustNews #Patan #foreign liquor #2 accused arrested #liquor Sellers #Santalpur Piprala
Latest Stories