Connect Gujarat
ગુજરાત

પાટણ : પોલીસની PCR વાન ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાઈને પલટી મારી જતાં 3 પોલીસકર્મીઓને ઇજા.

પાટણ ડીસા હાઈવે ઉપર સરસ્તવી પોલીસ મથકે જતી પોલીસની PCR વાન માતરવાડી નજીક અચાનક સીધી ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાઈને ઉછળીને પલટી મારી ગઈ

X

પાટણ શિહોરી હાઇવે પર પોલીસની PCR વાનને નડ્યો અકસ્માત

PCR વાન ડિવાઇડર સાથે અથડાતા 3 પોલીસકર્મીને પહોંચી ઇજા

PCR વાનના અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા

પાટણ શહેરમાં આજે સવારે અકસ્માતની ઘટના સામે છે. પાટણ શિહોરી હાઇવે ઉપર માતરવાડી નજીક આવી રહેલી પોલીસની PCR વાન અચાનક ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાઈને પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે PCR વાનમાં સવાર 3 પોલીસ કર્માચારી સહિત પસાર થઇ રહેલા એક રાહદારી યુવકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, પાટણ શહેરના પાટણ ડીસા હાઈવે ઉપર સરસ્તવી પોલીસ મથકે જતી પોલીસની PCR વાન માતરવાડી નજીક અચાનક સીધી ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાઈને ઉછળીને પલટી મારી ગઈ હતી. સદનસીબે બીજી તરફ જઈ રહેલા બંને બાઇક ચાલકો ગાડી અથડાય તેની 5થી 10 સેકન્ડ પહેલાં જ પસાર થઈ જતા ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટનો થાંબલો તેમના ઉપર પડતા રહી ગયો હતો. તો બીજી તરફ, PCR વાનમાં સવાર 3 પોલીસ કર્માચારી સહિત નજીકથી પસાર થઇ રહેલા એક રાહદારી યુવકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

બનાવના પગલે ઘટના સ્થળે લોકોના તલ ભેગા થયા હતા. આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસમત બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો જે હાલ જાણી શકયું નથી. પરંતુ પોલીસ PCR વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં વાન ડિવાઇડર સાથે ભટકાય હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story