-
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટનો મામલો
-
બ્લાસ્ટની ઘટનામાં 21 જેટલા લોકો મોતને ભેટ્યા હતા
-
આ દુર્ઘટના બાદ પાટણ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું
-
પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી ચેકિંગ હાથ ધરાયું
-
ફટાકડાના 2 ગેરકાયદેસર ગોડાઉન પર દરોડા પડાયા
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં 21 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ દુર્ઘટના બાદ પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી શહેરમાં ચેકિંગ સહિત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાટણ અને ચાણસ્મામાં આવેલી ફટાકડાની વિવિધ દુકાનો અને ગોડાઉનોમાં નાયબ મામલતદારની ટીમે તપાસ હાથ ધરી હતી. પાટણ LCB પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે, પાટણ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
પાટણના રામનગર વિસ્તારના સદારામ એસ્ટેટના ગોડાઉનોમાંથી 2 ગેરકાયદેસર ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં પરવાનગી વગર મોટી માત્રામાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો.
પાટણનો રહેવાસી 2 ગેરકાયદેસર ગોડાઉનમાં ફટાકડાનો વેપાર કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે જ પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ જો જરૂરી જણાશે તો દંડનીય કાર્યવાહી હેઠળ ગોડાઉનને જપ્ત પણ કરવામાં આવી શકે છે.