Connect Gujarat
ગુજરાત

પાટણ : અર્ધનગ્ન થઈ રેલી યોજી સાંતલપુરના અગરીયાઓનો ઉગ્ર વિરોધ, રાધનપુર પ્રાંત કચેરીએ આપ્યું આવેદન...

સાંતલપુરના 18 ગામના અગરીયાઓએ અર્ધનગ્ન બની રેલી યોજી “ન્યાય આપો”ના નારા સાથે રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

X

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમાં મીઠુ પકવતા અગરીયાઓએ અર્ધનગ્ન થઈ રેલી કાઢી રાધનપુર પ્રાંત કચેરી ખાતે પોતાના સળગતા પ્રશ્ને વિરોધ નોંધાવી આવેદન પત્ર આપ્યું હતું.

પાટણ જીલ્લાના સાંતલપુરના 18 ગામના અગરીયાઓએ અર્ધનગ્ન બની રેલી યોજી “ન્યાય આપો”ના નારા સાથે રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.સાંતલપુરમાં પરંપરગત મીઠુ પકવતા અગરીયાઓને મીઠુ પકવવા માટે કચ્છના નાના રણમાં પ્રવેશ ન મળતા અગરીયાઓ આવેદન પત્ર આપ્યું હતું. અભિયારણ વિભાગ દ્વારા અગરીયાઓને રણમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના પગલે સાંતલપુરના રણમાં મીઠુ પકવવા માટે પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે અગરીયાઓએ આવેદન પત્ર આપ્યું હતું. અગરીયાઓને રણમાં પ્રવેશ નહીં મળે તો અગામી તા. 1 નવેમ્બરના રોજ રાધનપુર પ્રાંત કચેરી ખાતે પરિવાર સાથે અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Next Story