Connect Gujarat
ગુજરાત

પાટણ : અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં ફરી વળ્યું ખેતરોમાં પાણી, પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ..!

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

X

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે કેનાલ ઓવર ફ્લો થતાં પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ ઓવર ફ્લો થઈ છે. જેના કારણે આસપાસના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે. જેથી ખેતરમાં રહેલા ઊભા પાકને મોટું નુકશાન થવા પામ્યું છે. ખેતરમાં વાવેલા જીરા અને સૂવાના પાકમાં પાણી ભરાતા ખેડૂતોનો પડતાં પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. મોંઘા ભાવે બીજવારા લાવી વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. તો બીજી તરફ, નર્મદા નિગમની ગંભીર બેદરકારી તેમજ કેનાલોની સફાઈ કર્યા વગર આડેધડ પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

Next Story