Connect Gujarat
ગુજરાત

પાટણ : કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ. 1.66 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું...

પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂ. 1.66 કરોડના વિકાસ કામોનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

X

પાટણ જિલ્લામાં વિવિધ વિકાસનો કાર્યો ઝડપથી આગળ ધપી રહ્યા છે. તે દિશામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણ લોકસભા સંસદ સભ્ય ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂ. 1.66 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂ. 1.66 કરોડના વિકાસ કામોનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સિદ્ધપુરમાં 1 કરોડ 66 લાખના વિકાસના કાર્યોના ખાતમુર્હુત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાયાપલટ થશે. આજના શુભ પ્રસંગે લોકહિતના કાર્યોને સમયસર પૂરા કરીને નગરજનોને ઉપયોગી થવા બદલ હું સિદ્ધપુર નગરપાલિકાની પૂરી ટીમને દિલથી શુભેચ્છા પાઠવું છું. સાથે કેન્દ્ર સરકારનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું. કારણ કે, કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોને આપવામાં આવેલી પ્રાથમિકતાને લીધે ભારત દેશનુ અર્થતંત્રએ વિશ્વનું સૌથી મોટું 5માં નંબરનું અર્થતંત્ર બની ગયું છે. આ પ્રસંગે પાટણ લોકસભા સંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિથી દેશનું નામ વિશ્વમાં રોશન થઈ રહ્યું છે. આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સંસદ સભ્ય દિનેશ અનાવાડિયા, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનીતા પટેલ, ઉપપ્રમુખ સોનલ ઠાકર, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન વિષ્ણુ પટેલ, સંગઠનના હોદ્દેદારઓ અને બહોળી સંખ્યાઓમાં સિદ્ધપુર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story