/connect-gujarat/media/post_banners/c03d292c2ea577dd475a403d73e28b1e4fb2ef3f68096dc162bef0010a36d79d.jpg)
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે ઐતિહાસિક સગત માતાના મંદિરે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઊમટ્યું હતું.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણીક સગત માતાના મંદિરે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાય રહ્યો છે, ત્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે સગત માતાના ધામ ખાતે ભવ્ય શોભાયાત્રા સાથે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. આ પ્રસંગે પધારેલા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં યજ્ઞ સાથે ભજન અને ભોજન કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં સગત માતા યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સંતવાણી, ડાંડીયા રાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.