પાટણ: રોટલિયા હનુમાન મંદિરે 50 હજાર રોટલીનો પ્રસાદ લઈને ભક્તો પહોંચ્યા, ડાયરામાં 10 લાખથી વધુની નોટો ઊડી

પાટણમાં હનુમાનજી મંદિરના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

પાટણ: રોટલિયા હનુમાન મંદિરે 50 હજાર રોટલીનો પ્રસાદ લઈને ભક્તો પહોંચ્યા, ડાયરામાં 10 લાખથી વધુની નોટો ઊડી
New Update

પાટણમાં હનુમાનજી મંદિરના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા લોક કલાકાર કિર્તિદાન ગઢવીએ ભજનો અને લોકગીતની રમઝટ બોલાવી હતી

પાટણ શહેરમાં રોટલીયા હનુમાન દાદાનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે . ત્યારે પ્રથમ પાટોત્સવ નિમિતે કલાકાર કીર્તિદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રવેશ માટે કોઈ ટિકિટ નહીં પણ લોકોને ઘરેથી રોટલો - રોટલી લઈને આવ્યા હતા.ડાયરામાં કીર્તિદાન ગઢવીએ રંગત જમાવતા નોટનો વરસાદ કરવામાં આવ્યો હતો.આ ડાયરામાં 50 હજારથી વધુ રોટલા-રોટલી ભેગા થયા છે જે અબોલ પશુઓ અને શ્વાનોને ખવડાવવામાં આવશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Patan #Devotees #Rotalia Hanuman temple #roti prasad #Dayaro
Here are a few more articles:
Read the Next Article