Connect Gujarat
ગુજરાત

પાટણ : નર્મદા કેનાલમાં સફાઈના અભાવે ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યું...

રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ સહિત અન્ય ગામના ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાં સાફ સફાઈના અભાવે અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

X

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ સહિત અન્ય ગામના ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાં સાફ સફાઈના અભાવે અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ નર્મદા નિગમની કચેરી ખાતે ખેડૂતોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ નાતવાડા, કલ્યાણપુરા અને ભીલોટ ગામના ખેડૂતો દ્વારા મોટી પીપળી નર્મદા માઇનોર કેનાલમાં સાફ-સફાઈ કરવા તેમજ સમારકામની કામગીરી પૂર્ણ કરવા તેમજ કેનાલમાં પાણી છોડી ખેડૂતોને પાણી આપવા સહિતની માંગણીઓ મુદ્દે ખેડૂતોએ નર્મદા નિગમની કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. આ સાથે જ ખેડૂતોએ મોટી પીપળી ગામ ખાતે આવેલી નર્મદા નિગમની કેનાલ નજીક અર્ધનગ્ન થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં તાત્કાલિક ધોરણે કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવા અને નર્મદા નિગમમાં પાણી આપવાની માંગ સાથે ખેડૂતો કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Next Story