પાટણ : પ્રદેશ યૂથ કોંગ્રેસ પ્રમુખ-પ્રદેશ સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાય કારોબારી બેઠક

પાટણ જિલ્લાના રાધનપુર સર્કિટ હાઉસ ખાતે પાટણ જિલ્લા યૂથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
પાટણ : પ્રદેશ યૂથ કોંગ્રેસ પ્રમુખ-પ્રદેશ સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાય કારોબારી બેઠક

પાટણ જિલ્લાના રાધનપુર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને પ્રદેશ સંગઠન મંત્રી યૂથ કોંગ્રેસ આદિત્ય ઝુલાની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાય હતી.

પાટણ જિલ્લાના રાધનપુર સર્કિટ હાઉસ ખાતે પાટણ જિલ્લા યૂથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને પ્રદેશ સંગઠન મંત્રી યૂથ કોંગ્રેસ આદિત્ય ઝુલાએ ઉપસ્થિત રહી વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે રાધનપુરના પૂર્વ કેબિનેટ મંત્રી ખોડીદાન ઝુલાના પૌત્ર પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભાવિન વાઢેર, યૂથ કોંગ્રેસ સંગઠન મંત્રી મહિપાલસિંહ સોઢા, રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. વિષ્ણુદાન ઝુલા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા સોની, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ જોષી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજી પરમાર સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories