પાટણના સમીના જલાલાબાદ પાટિયા નજીક બપોરના સુમારે બાઇક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર બે પુરુષ સહિત એક મહિલાનું ફંગોળાઈ ખાડામાં પડતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બપોરના સુમારે જલાલા બાદ પાટિયા નજીક રાધનપુર તરફથી આવી રહેલ એસ ટી બસ અને સમી તરફથી રાધનપુર તરફ જઈ રહેલા બાઇક સવાર મોતને ભેટયા હતા.
અકસ્માત થતા બાઇકની ટાંકી માંથી પેટ્રોલ લીક થતા અચાનક આગ ભભૂકી હતી. બે પુરુષ સહિત એક મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જોકે ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, આ ઘટનાની જાણ સમી પોલીસને કરતા ઘટના સ્થળે પહોંચી ૧૦૮ દ્વારા મૃતકોને સમી સિવિલ ખાતે ખસેડી પરિવારને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બોક્સ કમનસીબ મૃતકો
1.રમીલાબેન ગંગારામભાઈ દેવીપૂજક
2.મુકેશભાઈ રાજુભાઇ ઠાકોર
3.પ્રવીણભાઈ દેવીપૂજક