પાટણ: રાધનપુરના વોર્ડ નંબર સાતમાં બિસ્માર માર્ગ અને ગંદકીના કારણે રહીશો પરેશાન,આંદોલનની ચીમકી

રાધનપુર મસાલી રોડ પર વોર્ડ નંબર સાતમાં આવેલ વલ્લભનગરથી પંચમુખી હનુમાનજી મંદિર સુધી ખરાબ રસ્તો અને ગટરના ગંદા પાણીથી રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે.

New Update
પાટણ: રાધનપુરના વોર્ડ નંબર સાતમાં બિસ્માર માર્ગ અને ગંદકીના કારણે રહીશો પરેશાન,આંદોલનની ચીમકી

પાટણના રાધનપુર મસાલી રોડ પર વોર્ડ નંબર સાતમાં આવેલ વલ્લભનગરથી પંચમુખી હનુમાનજી મંદિર સુધી ખરાબ રસ્તો અને ગટરના ગંદા પાણીથી રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે.

પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાના અણ આવડત વહીવટના કારણે નગરપાલિકાની કામગીરીથી વોર્ડ નંબર સાતના વલ્લભ નગરથી પંચમુખી હનુમાન સુધી રહેતા રહેશો પરેશાન થઈ ઉઠ્યા છે. ખરાબ રસ્તો અને ગટરના ગંદા પાણી ભરાય રહેતા લોકોને ચાલવાની હાલાકી પડી રહી છે.મચ્છરના કારણે બીમાર પડી રહ્યા છે.નગરપાલિકા દ્વારા રોડની મંજૂરી આપવામાં આવી એ છતાં કામગીરી કરવામાં આવતી નથી તેની સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગટરની કામગીરી કરવામાં આવે રોડની કામગીરી કરવામાં આવે અને મચ્છરોનો નાશ કરવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે.મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્રિત થઈ નગરપાલિકા તંત્રનો વિરોધ દર્શાવ્યો હતો

Read the Next Article

હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની કરી આગાહી, કેટલા જિલ્લામામાં યલો એલર્ટ કર્યું જાહેર

રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને

New Update
varsad

રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને ઉકળાટની સ્થિતિ સર્જાઇ છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા કેટલાક વિસ્તારમાં ઓરેંજ તો કેટલા જિલ્લામામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેને લઇને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને સાત દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

ત્રણ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ

  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • મહીસાગર

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરી છે.આજે સૌરાષ્ટ્રના અમરેલી,પોરબંદર સહિતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇને યલો એલર્ટ જાહેર કરે છે.  

Latest Stories