Connect Gujarat

પાટણ : માર્શલ જીપના ચાલકની બેદરકારીના કારણે સર્જાય "હિટ એન્ડ રન"ની ઘટના, યુવતી અને વૃદ્ધનું મોત

X

પાટણ શહેરમાં કાર ચાલકની બેદરકારીના કારણે હિટ એન્ડ રનની ઘટના સર્જાય હતી. જેમાં યુવતી અને વૃદ્ધનું કાર નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું, ત્યારે હાલ તો પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર અન્નપૂર્ણા સોસાયટી નજીક પુરપાટ ઝડપે હંકારતા માર્શલ જીપના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. બેફામ દોડી આવેલી કારને જોઈ ઝૂપટપટ્ટીના બહાર બેઠેલા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રસ્તા પરથી ઉતરીને બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. જ્યાં બહાર બેઠેલા 60 વર્ષીય દિલાવર રશીલ બલોચ અને ઘરની બહાર બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી 20 વર્ષીય સહિસ્તા દાદામિયાં સૈયદને અડફેટે લીધા હતા, ત્યારે અકસ્માતમાં બન્નેને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન બન્નેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક સ્થળ પર જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો, ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story
Share it