પાટણ : વારાહી ખાતે કેળવણી મહોત્સવ સહિત શાળાના આધુનિક બિલ્ડીંગનું નવું નામકરણ કરાયું...

આશરે 3 હજાર શાળામાં ભણેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

New Update
પાટણ : વારાહી ખાતે કેળવણી મહોત્સવ સહિત શાળાના આધુનિક બિલ્ડીંગનું નવું નામકરણ કરાયું...

સાંતલપુર તાલુકાના વારાહી ખાતે યોજાયો કાર્યક્રમ

Advertisment

રણની કાંધીએ કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન

શાળાના આધુનિક બિલ્ડીંગનું નવું નામકરણ કરાયું

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે રણની કાંધીએ કેળવણી મહોત્સવ સહિત નવીન ઉચ્ચતર માધ્યમિક શાળાના આધુનિક બિલ્ડીંગના નામકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના પછાત અને સરહદદી વિસ્તાર એવા સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી શેઠશ્રી પરસોત્તમ દાસ મુળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળા-વારાહી ખાતે રણની કાધીએ કેળવણી મહોત્સવ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કનકેશ્વરી દેવીજી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, એસ.કે.ઠક્કર અને અન્ય સાધુ-સંતો તેમજ નામી અનામી મહાનુભવો સહીત કેળવણી મંડળના પ્રમુખ ફરશું ગોકલાણી, શાળા પરિવાર ઉપસ્થિતિ રહ્યો હતો. આશરે 3 હજાર શાળામાં ભણેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સંતશ્રી દેવનાથ બાપુ, દેવગીરી બાપુ, પરમેશ્વર નંદબાપુ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment