પાટણ: લોકડાયરામાં કલાકારો પર મુંબઈના પરિવારોએ કર્યો ડોલરનો વરસાદ,જુઓ વિડીયો

રાધનપુર તાલુકાના દેલાણા ગામ ખાતે ચાલતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બીજા દિવસે ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતુ

પાટણ: લોકડાયરામાં કલાકારો પર મુંબઈના પરિવારોએ કર્યો ડોલરનો વરસાદ,જુઓ વિડીયો
New Update

પાટણના રાધનપુર તાલુકાના દેલાણા ગામ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો જેમાં પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી ઊપર ડોલરનો અને નોટનો વરસાદ કરવામાં આવ્યો હતો

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામ ખાતે ચાલતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બીજા દિવસે ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જાણીતા કલાકારો જિગ્નેશ કવિરાજ,અપેક્ષા પંડ્યા અને બીજરાજ ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન તેમજ લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. દેલાણા ગામના વતની હાલ મુંબઈ ખાતે રહેતા ઠક્કર પરિવાર દ્વારા અને તેમના મિત્રો દ્વારા કલાકારો પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકી,સાંસદ ભરતસિંહ ડાભી સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

#Patan #Actors #viral video #dollars #Lok dayro #Mumbai families #BeyondJustNews #Connect Gujarat #Gujarat
Here are a few more articles:
Read the Next Article